મારો પરિચય


છેલ્લા બે દાયકાથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છું. સાહિત્યમાં રસ છે. ગઝલ, વાર્તા, નવલકથા, નાટક, લઘુકથા, કાવ્યો તથા ચરિત્ર લખવું ગમે છે. બે દાયકાના પત્રકાર તરીકેના અનુભવમાં નામી-અનામી ઘણી વ્યક્તિને મળવા, સમજવાની તક મળી છે. છતા હજી આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે.ગુજરાતના પ્રતિષ્ઠિત [સંદેશ, દિવ્ય ભાસ્કર અને ગુજરાતમિત્ર ] અખબારમાં છેલ્‍લા ૨૫ વર્ષથી કામ કર્યુ છે.સંદેશમાં દસ વર્ષ કામ કર્યું. દિવ્ય ભાસ્કર દૈનિકમાં નવ વર્ષ કામ કર્યું. હવે ગુજરાતમિત્રમાં છું. ગુજરાતમિત્રમાં કેફિયત નામની કોલમમાં ઉર્દુ શેર વિશે લખું છું. મૂળ હું વાંસદા ગામનો વતની છું. વાંસદાથી વલસાડ આવ્યો ત્યારથી વલસાડ સ્થાયી થયો. સંદેશમાં ઉપવન નામની કોલમ બુધવારની અર્ધસાપ્તાહિકપૂર્તિમાં આવતી હતી. જે ખૂબ લોકપ્રિય થઇ હતી.ત્યાર બાદ દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં અર્ઝ કિયા હેં પણ ખૂબ લોકપ્રિય થઈ. ઘણા વરસ પહેલા સેતુ નામનું ગઝલનું પત્ર માસિક ચારેક વરસ વાંસદાથી ચલાવ્યું હતું. ત્યારે બ્લોગ જેવી સુવિધા ન હતી. સેતુના સંપાદન દરમિયાન પ્રથમ વરસે અમૃત ઘાયલનું વિશેષ ફોલ્ડર પ્રગટ કર્યું. ઘાયલ સાહેબ સાથે એક મુલાકાત અને પત્રવ્યવહાર હજી સંભારણું બની ધબકે છે. ત્યાર બાદ સેતુમાં પ્રગટ થયેલી સિત્તેરગઝલોનું પુસ્તક સ્વજન નામે પ્રગટ કર્યું હતું. વચ્ચે અમદાવાદ હતો ત્યારે કુમારની બુધ સભામાં અછાંદસ કવિતા લખવાનો પ્રારંભ કર્યો.ચીનુભાઇ મોદી સાથે શનિવારની બેઠકોનો પણ લાભ લીધો. ગઝલ સાથે હવે અછાંદસ પણ લખું છું. જાણીતા મેગેઝિનમાં મારી રચના પ્રગટ થતી રહે છે.મારી રચના વિષે તમારો અભિપ્રાય જરૂરથી બ્લોગમાં લખજો.

Advertisements

One thought on “મારો પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s