એ પેન ને પાટી

 
આજે ઘણા વરસ બાદ

ધૂળથી ઢંકાયેલું મારું જૂનું

દફતર મળી આવ્યું. ખૂબ વિસ્‍મય થઈ

દફતરને નજીક લાવી ચશ્માં ચઢાવી જોયું,

આ એ જ દફતર હતું

જે મારી શાળાના

પહેલાં દિવસનું સાક્ષી

બન્યું હતું.

દફતર પરથી ધૂળ ખંખેરી

ત્યારે

બાળપણના પેલા

જાજરમાન દિવસો ફરી

આંખ સામે તરવરી ઊઠ્યા.

મારા સ્મૃતિપટ પર

મારો શાળા પ્રવેશ

ઝળહળી ઊઠ્યો.

દફતર ખોલીને જોયું તો

અંદર મારી પાટી હતી.

કાળી પાટી વચ્ચેથી તરડાઈ

ગઈ હતી.

ક્યાં પડી ગઈ હશે આ પાટી ?

કશું યાદ આવતું નથી.

દફતરના એક ખૂણે

પેનના થોડા ટુકડાઓ હતા.

દોસ્તો થી સાચવીને રાખેલા

એ પેનના ટુકડાઓને મારી

આંગળીનાં ટેરવાં સ્પર્શે છે

અને હું રોમાંચિત થઈ

જાઉં છું.

આ એ જ પેન છે

જેનાથી મેં મારી ભાષાનો

પહેલો અક્ષર ઘૂંટ્યો હતો.

એ પેનના સ્પર્શથી

હું બાળકની જેમ

ખડખડાટ હસી પડું છું.

ને અચાનક મારી આંખ

ઉઘડી જાય છે.

ખુરશીની સામે ટેબલ પર

મૂકેલા લેપટોપમાં

સેવ કરવા મૂકેલી

નવી ફાઈલ હજી

એક એન્ટર મારવાની

રાહ જુએ છે.

હું મારી આંગળીનાં ટેરવાં તરફ

જોઉં છું અને લેપટોપ પર

એન્ટર મારું છું

જાણે,

પેનનો સ્પર્શ હજી અહીં

અકબંધ છે !

હનીફ મહેરી. સુરત

 

Explore posts in the same categories: કવિતા

2 Comments on “એ પેન ને પાટી”


  1. welcome in gujarati blog world !

    saras ! bachapan ma safar karavavi

    pls keep it up & up


  2. मगर मुझको लौटा दो वो बचपन के दिन वो काग्जकी किश्ती वो बारिशका पानी
    જગજિતસિગના મધુર અવાજે ગવાયેલ ગઝલની યાદ અપાવી ગઈ આપની આ રચના.

    પેલુ ગીત નુરજહાં બાનુનું પણ યાદ આવી ગયું:-
    बचपनके दिन भुला न देना आज हसे कल रूला ना देना…

    આપણે જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ ખોટ થતા જઈએ છીએ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s


Follow

Get every new post delivered to your Inbox.